છત્તીસગઢના કાંકેર જિલ્લામાં એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સ્કૂલના બાળકોથી ભરેલી એક ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.
છત્તીસગઢના કાંકેર જિલ્લામાં સ્કૂલના બાળકોથી ભરેલી એક ઓટો અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં 8 બાળકોનામોત થયા છે આ સાથે અન્ય ઘણા બાળકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રક સાથે અથડાતા ઓટોના પાર્ટ્સ ઉડી ગયા હતા.
કોરેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓટો અને બાળકોથી ભરેલી ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 8 બાળકોના મોત થયા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટોના ટુકડા થઇ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની માહિતી મળતા જ બાળકોના માતા-પિતા અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે હોસ્પિટલ પહોંચ્યા હતા. પીડિતાના પરિવારજનોની બૂમો સાંભળીને અહીં હાજર લોકો ધ્રૂજી ઉઠ્યા હતા.