Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાહત: જંત્રીનો ભાવનો વધારો 15 એપ્રિલથી અમલી

રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં નિર્ણય-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

aaspassdaily by aaspassdaily
2023-02-11 11:24:48
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

રાજ્ય સરકાર દ્વારા જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. રાજ્યમાં ગત 4 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખી આગામી તારીખ 15/04/2023ના રોજથી અમલી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રિયલ એસ્ટેટ અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારે તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કર્યો છે.
ગુજરાત સરકારે જંત્રીના દરમાં 12 વર્ષ બાદ સીધો 100 ટકાનો વધારો કરતા બિલ્ડર એસોસિયએશનમાં નારાજગી વ્યાપી ગઈ હતી. જે બાદ અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા. જે બાદ હવે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર અને જન-સામાન્યના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મોટો નિર્ણય લીધો છે.

જંત્રી એટલે શું અને તે કોણ નક્કી કરે છે?
– જંત્રી એટલે કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવતું લૅન્ડ વૅલ્યૂ સર્ટિફિકેટ. જંત્રી એટલે જમીન કે કોઈપણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ ભાવ.
– જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી કરતા વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે પ્રૉપર્ટીના માલિક છો તેવી નોંધણી થશે નહીંતર નહીં થાય.
– જંત્રીના ભાવથી કોઈપણ પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે તમારે કેટલી સ્ટેમ્પ ડ્યુટી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. બીજા રાજ્યોમાં તેને સર્કલ રેટ તરીકે ઓળખવામાં આવે છે.
– રાજ્ય સરકાર દ્વારા જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સમીક્ષા કરવામાં આવે છે. અને ત્યાર બાદ સર્કલ રેટ એટલે કે જંત્રીના દર નક્કી કરવામાં આવે છે.

Tags: 15 AprilCmgujaratnew jantri rate
Previous Post

સુરત શહેર ગુનાખોરીમાં નંબર વન: સૌથી વધુ E-FIR

Next Post

મુકેશ અંબાણીની ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુકેશ અંબાણીની ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી

મુકેશ અંબાણીની ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી

મુંબઈમાં 240 કરોડ રૂપિયામાં વેંચાયુ એપાર્ટમેન્ટ

મુંબઈમાં 240 કરોડ રૂપિયામાં વેંચાયુ એપાર્ટમેન્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.