ભારતના કદાચ સૌથી મોંઘો, એપાર્ટમેન્ટનો સોદો મુંબઈમાં થયો છે. વર્લી લકઝરી ટાવરમાં એક પેન્ટ હાઉસની ડીલ અધધધ 240 કરોડ એટલે કે બે અબજ 40 કરોડ રૂપિયામાં થઈ છે. આ પેન્ટ હાઉસને ઉદ્યોગપતિ અને વેલસ્પન ગ્રુપના ચેરમેન વી.કે.ગોયન્કાએ ખરીદયુ છે. બજારના સુત્રોના અનુસાર ગગનચુંબી ઈમારતનાં ટાવર બીમાં પેન્ટ હાઉસ 63 માં 64 માં અને 65 માળે છે. આ પેન્ટ હાઉસ 30 હજાર વર્ગ ફુટમાં ફેલાયેલું છે.
આ પેન્ટહાઉસ સરકારની ઝુંપડપટ્ટી આવાસ યોજનાના અંતર્ગતની એક ઝુંપડીનાં પરિવારને આપવામાં આવેલ 300 વર્ગ ફૂટના મકાનનાં કરતા 100 ગણુ મોંઘુ છે. વર્લીનાં એની બેસન્ટ મોડ પર આ લકઝરી પ્રોજેકટ થ્રી સિક્રસ્ટી વેસ્ટમાં ટ્રિપલેકસ (એક ગ્રુપ કંપનીનાં) માધ્યમથી આ એપાર્ટમેન્ટની ખરીદી થઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ સોદાની લેવડદેવડ બુધવારે રજીસ્ટર કરાઈ હતી. હવે આ પેન્ટ હાઉસમાં રહેવાની યોજના ખરીદનાર બનાવી રહ્યા છે.
રિયલ એસ્ટેટ રેટીંગ અને રિસર્ચ ફર્મ, લીયાસ ફોરસનાં સંસ્થાપક અને એમડી પંકજકપુરે જણાવ્યું હતું કે આ માસમાં અત્યાર સુધીમાં વેચાયેલુ સૌથી મોંઘુ એપાર્ટમેન્ટ છે.આ ટાવરનાં સાઈડમાં આવેલી વિંગમાં એક અન્ય પેન્ટ હાઉસને બિલ્ડર વિકાસ ઓબેરોયે 240 કરોડ રૂપિયામાં ખરીદયુ છે.