દેશમાં મોબાઈલ ફોનના આગમન બાદ હવે છેક ફાઈવ-જી સુધીની સફરમાં ફોનના મૂળભૂત-‘કોલીંગ’ના દર તો એક તબકકે ઘટયા હતા પણ બાદમાં મોબાઈલ કંપનીઓએ ડેટા-ઈન્ટરનેટ સહિતની સેવાઓ તથા અન્ય વેલ્યુ એડેડ સેવામાં પણ મોબાઈલ ટેરીફ પ્લાનમાં ઘુસાડીને પ્રીપેઈડ અને પોષ્ટપેઈડ પ્લાન મોંઘા કરવા લાગ્યા હતા પણ ટેલિકોમ રેગ્યુલેટરી એ હવે બેક-ટુ-બેઝીક જવા માટે મોબાઈલ કંપનીઓને જણાવ્યું છે એટલે કંપનીઓએ હવે ફકત મોબાઈલ-કોલીંગ પ્લાન પણ લાવવાના રહેશે.
કંપનીઓ ડેટા-ઈન્ટરનેટ સેવાના મોંઘા દરોને કોલીંગ સાથે જોડે છે. જેના કારણે પ્લાન એકંદર મોંઘો થાય છે. ટ્રાઈ દ્વારા હવે મોબાઈલ કંપનીઓને વિકલ્પ રૂપે ફકત કોલીંગ પ્લાન પણ ઓફર કરવા પડયા છે જે મોબાઈલમાં ઈન્કમીંગ કોલ તો ફ્રી છે પણ હવે નવા પ્લાનમાં અગાઉની જેમ જયારે ઈન્ટરનેટનું આગમન થયું ન હતું તે સમયના કોલીંગ અને એસ.એમ.એસ.એમ. એ જ સેવાના પ્લાન હતાતે ફરી અમલમાં મુકવા જો કે કંપનીઓને આ અંગે કચવાટ છે.
કંપનીઓની દલીલ છે કે એક દશકા પુર્વેની વાત જુદી હતી હવે જુદી વાત છે. કંપનીઓનો સંચાલન ખર્ચ વધ્યો છે. કોલ આવે કે જાય નેટવર્ક પર તો તેટલો જ ખર્ચ આવે છે તેમાં ઈન્કમીંગ ફ્રી તો છે જ. ડેટા સેવામાં પણ લઘુતમ પ્લાન અમલી છે. હવે મોબાઈલ કંપનીઓ ટ્રાઈના આ આદેશનું પાલન કરી છે કે કેમ તેના પર સૌની નજર છે.