ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરની રખડતા ઢોરથી મુક્ત કરવા કમિશનર એન.વી. ઉપાધ્યાયની સીધી દેખરેખ અને માર્ગદર્શન તળે અભિયાન ચાલી રહ્યું છે અને પ્રતિદિન ઢોર પકડવાની કામગીરી થઇ રહી છે ત્યારે શહેરના બન્ને ઢોરના ડબ્બા હાલ હાઉસફુલ સ્થિતિમાં છે આથી તાકીદના ધોરણે ચિત્રામાં સ્વામીનારાયણ મંદિરના ગ્રાઉન્ડ પાસે વધુ એક ત્રીજાે ડબ્બો નિર્માણ કરાયો છે જેમાં ૧૫૦૦ થી ૧૭૦૦ ઢોર રાખી શકાય તેવી ક્ષમતા છે તો શહેરમાંથી પકડાયેલા ઢોરને પાંજરાપોળ મોકલવાની કાર્યવાહી પણ ચાલુ છે અને અત્યાર સુધીમાં ૩૦૦ જેટલા ઢોર મોકલી અપાયા છે. બીજી બાજુ તંત્રએ આજે ૧૫ ખૂંટિયાને પકડીને ડબ્બે પુર્યાં હતાં.