રવિવારે સુભાષનગર, ભગવાનેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર યોજાતો “નોર્મલ બજરીગર” માટેનો શો યોજાયો હતો જેમાં શહેર, જિલ્લા અને આજુ બાજુના જિલ્લામાંથી ૧૫૦થી વધુ બર્ડ અને ૩૦૦થી વધુ બર્ડ્સ લવર્સ મિત્રો અનેરા રોમાંચ સાથે પોતાના ચેમ્પિયન બર્ડ્સ લઈને ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં રાજ્ય કક્ષાની આવી બર્ડ માટેની ચેમ્પિયનશિપ સ્પર્ધા પ્રથમવાર ભાવનગરના આંગણે યોજાઈ હતી ત્યારે આ ભાગ લીધેલા બર્ડને જજ કરવા માટે બર્ડ લવર્સને આવી સ્પર્ધાત્મક સ્પર્ધામાં બર્ડ માટે શું નોમ્સ, રુલ્સ અને નિયમો હોય તેની સંપૂર્ણ જાણકારી જામનગર અને રાજકોટથી પધારેલ પીઢ, અનુભવી જ્જની પેનલ વિરાજભાઈ વાઢેર, અદિલખાન, સંજયભાઈ ટીલાવત, કેવિનભાઈ પટેલ, કલ્પેશભાઈ સહિતની પેનલે પહેલા સ્પર્ધામાં ભાગ લેનારને નોમ્સ, રુલ્સ અને ક્યાં આધાર પર બર્ડનું સિલેક્શન કરવામાં આવ્યું છે તે સમજવામાં આવ્યું હતું, પ્રથમ રાઉન્ડ, બીજાે રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડ ના અંતે મેલ અને ફિમેલ બંનેમાંથી બેસ્ટ ઇન શો મેલ-ફિમેલ બંનેમાંથી પહેલો, બીજાે અને ત્રીજાે નંબર સિલેક્ટ કરવામાં આવ્યો હતો જ્યારે રનર્સઅપ માં પણ મેલ અને ફિમેલ મળી પહેલો, બીજાે અને ત્રીજાે એમ નંબર આપવામાં આવ્યો હતો આમ બંને ચેમ્પિયન કેટેગરી અને રનર્સઅપ કેટેગરીમાં મેલ ફિમેલ અલગ અલગ કેટેગરીમાં પહેલો, બીજાે અને ત્રીજાે નંબર સાથે કુલ ૧૨ ટ્રોફી જજની પેનલના હસ્તે આપવામાં આવી હતી.
આ સ્પર્ધાની સફળતાથી પ્રેરાઈ આગામી એપ્રિલ મહિનામાં ભાવનગર ખાતે એવો “લવબર્ડ્સ શો” યોજાવાની પણ જાહેરાત કરવામાં આવી છે.