૩૭મી મિસ્ટર ભાવનગર બોડી બિલ્ડીંગ સ્પર્ધા-૨૦૨૩ બોટાદ ખાતે જિલ્લા પોલીસ વડા બોટાદ કે.એફ. બળોલિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો જેનું ઉદ્દઘાટન સ્કાય ટેક્સ ટાઇલ્સના મેનેજીંગ ડિરેક્ટર વિપુલ ડોડીયાના હસ્તે ન.પા.ના ચીફ ઓફીસર એમ.એમ. વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં ભાવનગર બોડી બિલ્ડીંગ-૨૦૨૩ મિસ્ટર ભાવનગર હમઝા યુનુસભાઇ સૈયદ વિજેતા થયેલ. જ્યારે બીજા નંબર સાગર રમેશભાઇ વાઘેલા, ત્રીજા નંબર મોહન રાજગોપાલ ઐયર, ચોથા ક્રમે સાગર રાજુભાઇ ગુજરીયા અને પાંચમા ક્રમે સાવન દિલીપભાઇ વાછાણી વિજેતા થયેલ. જ્યારે મેન્સ ફિઝીક્સ મિસ્ટર ભાવનગરમાં પ્રથમ હાર્દિક કાળુભાઇ જાદવ- ફીટ ફ્લેક્સ જીમ, દ્વિતીય સૌરવસિંહ ફોર્સ ફીટનેશ જીમ, તૃતીય સૈયદ હમ્ઝા યુનુસભાઇ- બી સ્ટ્રોંગ જીમએ સ્થાન પ્રાપ્ત કરેલ. આ સ્પર્ધામાં જજ તરીકે નેશનલ જજ એમ.કે. શર્મા તથા એન.ડી. બારૈયા અને ઓફિશિયલ્સ તરીકે ભાસ્કરભાઇ રાઠોડ અને યુનુસભાઇ મહિડાએ ફરજ બજાવી હતી.