ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા કુળદેવતા સંઘજી દાદા (ડુંડાશીયા દાદા)ની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન મૂળ વતન તળાજા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ, અમદાવાદ, સુરત, ભાવનગર, દહાણું, પાલઘર, બોઇસર અને વિદેશથી આવેલ સદસ્યો મળી ૪૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહેલ. ફક્ત રાઠોડ પરિવારજ નહિ પણ તેના સિવાય બ્રાહ્મણ જ્ઞાતિ અને વણિક જ્ઞાતિ વગેરે સામેલ હતા અને ૩ દિવસમાં કુલ ૨૫૦૦ થી ૩૦૦૦ લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
આ પ્રસંગનું ખાસ મહત્વ એટલે કુળદેવતા (નાગદેવતા)ની ભવ્ય ચાંદીની પ્રતિમા, જે બનાવવામાં આવી હતી પરિવારજનો દ્વારા લખાવેલ ચાંદીમાંથી, જે ૨ ગ્રામથી માંડી ને ૧૨૫૦ ગ્રામ સુધી હતી. આ પ્રસંગમાં હરેક સભ્યો એ ખુબજ શ્રધ્ધાથી ભાગ લીધો હતો.
આ પ્રસંગમાં ભાસ્કરભાઈ ભોગીલાલ રાઠોડ, દિલીપભાઈ બાલકૃષ્ણ શેઠ, નરેશભાઈ હસમુખલાલ શાહ વિગેરે ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહેલ.આ અવસર પર તળાજા મુકામે દાદાની પ્રતિમા સહિત વિશાળ શોભા યાત્રા નીકળી હતી જેમાં નાસિક ઢોલ સહિત અનેક આકર્ષણનું કેન્દ્ર બિંદુ હતા.