કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખની જાહેરાત કરી દીધી છે. સીબીએસઈએ કહ્યું કે 10મા ધોરણની પરીક્ષા 15 ફેબ્રુઆરી એટલે કે આજથી અને ધોરણ 12ની પરીક્ષા પણ આજથી જ શરૂ થશે. બધી પરીક્ષા 5 એપ્રિલ સુધી પૂરી થઈ જશે.
સીબીએસઈએ પ્રેસ નોટ જાહેર કરીને કહ્યું કે ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2023 પર ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે આ વર્ષે કુલ 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા આપશે. ધોરણ-10માં 21.8 લાખ વિદ્યાર્થીમાં 9.39 લાખ વિદ્યાર્થિનીઓ છે. જ્યારે 12.4 લાખ વિદ્યાર્થી ઉમેદવાર છે. 10 વિદ્યાર્થીઓએ અન્ય શ્રેણીનો વિકલ્પ પસંદ કર્યો છે. 10મા ધોરણની સરખામણીમાં ધોરણ-12 માટે રજિસ્ટર્ડ ઉમેદવારોની સંખ્યા ઓછી છે. કેમ કે આ વર્ષે બોર્ડ પરીક્ષા માટે 16.9 લાખ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ 16 લાખ ઉમેદવારોમાં 7.4 લાખ વિદ્યાર્થિનીઓ છે, જ્યારે 9.51 લાખ વિદ્યાર્થી છે. 5 બાળકોએ અન્ય શ્રેણી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ધોરણ 10ની પરીક્ષા 16 દિવસમાં 76 વિષય માટે લેવામાં આવશે. અને 21 માર્ચ સુધી પૂરી થઈ જશે. જ્યારે ધોરણ-12 માટેની પરીક્ષા 115 વિષયમાં 36 દિવસ સુધી ચાલશે. 5 એપ્રિલે પૂર્ણ થનારી પરીક્ષાને જોઈએ તો કુલ મળીને સીબીએસઈમાં 191 વિષયની પરીક્ષા લેવામાં આવશે.