YouTubeના નવા CEO તરીકે ભારતીય મૂળના નીલ મોહનને નિયુક્ત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, આ જવાબદારી મળ્યા પહેલા નીલ મોહન YouTubeના સીપીઓ હતા. તેમને પ્રમોશન આપીને આ જવાબદારી સોંપવામાં આવી છે. નીલ મોહન 2008થી ગૂગલ સાથે કામ કરી રહ્યા છે. મહત્વનું છે કે, વર્ષ 2013માં કંપનીએ તેમને 544 કરોડ રૂપિયાનું બોનસ આપ્યું હતું.
ભારતીય મૂળના નીલ મોહન ભૂતપૂર્વ CEO ડાયને વોજસ્કીની જગ્યા લેશે જેમને હાલમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. 54 વર્ષીય ડાયને વોજસ્કીએ કહ્યું કે, તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવવા માંગે છે. તેના સ્વાસ્થ્ય અને અંગત જીવન પર પણ ધ્યાન આપવા માંગે છે. એટલા માટે તે આ પદ છોડી રહી છે. નોંધનીય છે કે, તે વર્ષ 2014માં YouTubeની CEO બની હતી.
ભૂતપૂર્વ CEO ડાયને વોજસ્કી સુસને નીલને YouTubeના CEO તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સુસને કહ્યું કે, અમે શોર્ટ્સ, સ્ટ્રીમિંગ અને સબસ્ક્રિપ્શનમાં જે કરી રહ્યા છીએ તે લાજવાબ છે. નીલ આપણું નેતૃત્વ કરવા માટે યોગ્ય વ્યક્તિ છે. હું YouTube પર એટલો જ વિશ્વાસ કરું છું જેટલો મેં 9 વર્ષ પહેલાં કર્યો હતો. YouTube ના શ્રેષ્ઠ દિવસો આવવાના બાકી છે.
કોણ છે ભારતીય મૂળના નીલ મોહન ?
નીલ મોહને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. નીલે તેમની કારકિર્દીની શરૂઆત ગ્લોરીફાઈડ ટેકનિકલ સપોર્ટ સાથે કરી જ્યાં તેમણે $60,000 નો પગાર મેળવ્યો હતો. આ સિવાય નીલે એક્સેન્ચરમાં સિનિયર એનાલિસ્ટ તરીકે કામ કર્યું છે. પછી તે DoubleClick Inc માં જોડાયા. નીલ મોહને આ કંપનીમાં ગ્લોબલ ક્લાયન્ટ સર્વિસીસના ડિરેક્ટર તરીકે 3 વર્ષ અને 5 મહિના કામ કર્યું. આ ઉપરાંત લગભગ અઢી વર્ષ સુધી વાઈસ પ્રેસિડેન્ટ બિઝનેસ ઓપરેશનની જવાબદારી નિભાવી હતી.