હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યોમાંથી આવી અહીં ભાવનગરને પોતાની કર્મભૂમિ તરીકે સ્વીકારી ભાવનગરમાં વસતા અગ્રવાલ સમાજની સેવા કાર્યો અને ધાર્મિક કાર્યોની જ્યોત સમગ્ર ભાવનગરમાં પ્રજ્જવલિત છે. કોઇ નાત જાતના ભેદભાવ વગર અગ્રવાલ સમાજ દ્વારા સેવાકર્યો કરાય છે.
અગ્રવાલ સમાજ ભાવનગરના યજમાન પદે અગ્રવાલ વિકાસ મહાસંઘ સૌરાષ્ટ્ર સેત્રની એટલે કે, જામનગર, રાજકોટ, ગાંધીધામ, મોરબી અને અન્ય સાથે મળી ભાવનગરના આંગણે આ વર્ષની સામાન્ય સભા અને જનરલ મિટીંગ તાજેતરમાં મળી જેમાં બધા જ શહેરોના અગ્રવાલ સમાજના પદાધિકારીઓ ઉપસ્થિત રહી અગ્રવાલ વિકાસ મહાસંઘને સમાજમાં અગ્રવાલનું યોગદાન સાથે દેશની સાથે સમાજની પ્રગતિ વિશે મિટીંગમાં ચર્ચા વિચારણા અને પદાધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. ભાવનગરના આંગણે આયોજિત થયેલ આ મિટીંગમાં સમાજમાં સેવાકાર્ય કરતા રહેવા અને અલગ અલગ વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી સેવાની જ્યોત લઇ જવી સાથે મેડિકલ ક્ષેત્રે સમાજમાં મેડિકલ કેમ્પ કરી જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે નિદાન અને દવા આપવી સાથે સમાજની જરૂરિયાત મુજબના સેવાકાર્યો કરવા એવા વિચારો સાથે મિટીંગમાં માર્ગદર્શન આપવામાં આવેલ. આ મિટીંગમાં ભાવનગર અગ્રવાલ સમાજના પ્રમુખ આર.કે. જૈન, કપુરચંદ બંસલ, આર.બી. બંસલ, શિવ ભગવાન બંકા, દિપક તાયલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.