રોબીનહુડ આર્મી ભાવનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૪મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડેને બદલે રોટી ડે તરીકે ઉજવી ૬૦૦૦થી વધુ થેપલા, ૭૦ કિલો શાકનું શહેરના જુનાબંદર, મોતીતળાવ રોડ, સ્ટેશન રોડ, રૂવા, બાલાહનુમાન રોડ, ચાવડીગેટ વિસ્તારમાં ફરી ૨૦૦૦ જેટલા જરૂરીયાતમંદોને સભ્યો દ્વારા એકત્ર કરાયેલ થેપલા અને શાકનું વિતરણ કરાયું હતું. વિતરણ પહેલા પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલ વિર જવાનોને મૌન રાખી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યમાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.