મહુવા તાલુકાના માઢીયા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવા તાલુકાના પઢીયારકા ગામમાં રહેતા વિપુલભાઈ ખીમજીભાઈ બારૈયા એ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો નાનો ભાઈ લાલજીભાઈ અને મોટા બાપુના દીકરા પ્રેમજીભાઈ બાઈક લઈને પઢીયારકાથી વાંગર ગામ તરફ જતા હતા ત્યારે માઢીયા ગામ નજીક આવેલ તત્કાલેશ્વર મહાદેવના મંદિર નજીક સામેથી આવી રહેલા અશોક લેલેન્ડ કંપનીમાં ટ્રક નં.જી.જે.૧૫ એ.વી. ૦૨૨૧ સાથે અકસ્માત થતા હેમજીભાઈને પેટના ભાગે ગંભીર બીજા થઈ હતી, જ્યારે લાલજીભાઈને મોઢું તથા પગના ભાગે ઇજા થતા બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતની આ ઘટના અંગે મહુવા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.