તળાજાના હુડકો વિસ્તાર નજીક શેત્રુંજી નદીના પટમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે એક શખ્સોને ઝડપી લઇ તળાજા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
તળાજા પોલીસ કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગોરખી દરવાજા પાસે શેત્રુંજી નદી તરફથી મોટરસાયકલ લઈને આવતા ધ્રુવરાજસિંહ મનહરસિંહ વાજાને અટકાવીને તેની તલાશી લેતા તેના કબજામાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી.
તળાજા પોલીસે વિદેશી દારૂ અને મોટરસાયકલ મળી કુલ રૂ. ૨૩,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરી શકગ્સ વિરુદ્ધ પ્રોફીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.