મુંબઈમાં બોલીવુડના પ્લેબેક સિંગર સોનૂ નિગમ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. એક લાઈવ શો દરમિયાન સિંગર સોનૂ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. તેના કારણે સિંગરને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં સોનૂ નિગમના ભાઈને પણ ઈજા પહોંચી છે.
ચેમ્બૂરમાં એક લાઈવ મ્યૂઝિક ઈવેન્ટ દરમિયાન આ ઘટના બની. જ્યાં સોનૂ નિગમ પર કેટલાક લોકોએ હુમલો કરી દીધો. મળતી માહિતી મુજબ આજે ચેમ્બૂર ફેસ્ટિવલનો છેલ્લો દિવસ હતો. જેમાં સોનૂ નિગમને બોલાવવામાં આવ્યો હતો. જે સમયે સોનૂ નિગમ પરફોર્મ કરી પરત જઈ રહ્યો હતો, તે દરમિયાન કેટલાક લોકો સેલ્ફી લેવા લાગ્યા, ત્યારે સોનૂ નિગમની ટીમનો એક વ્યક્તિ નીચે પડી ગયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં એકસ-રે કરાવ્યા બાદ તેને ઘરે મોકલી દેવામાં આવ્યો. સોનૂ નિગમની તબિયત એકદમ સારી છે.