પંજાબમાં ફરી એક વખત અલગતાવાદીનાં સંભળાઈ રહેલા સુરમાં ‘વારીસ પંજાબ’ સંગઠનના વડા તથા ખાલીસ્તાની સમર્થક નેતા અમૃતપાલ સિંહએ એક ભડકાવનારા ભાષણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતા જણાવ્યું હતું કે તેમની હાલત ઈન્દીરા ગાંધી જેવી થશે.
ગઈકાલે પંજાબના મોગા જીલ્લામાં પંજાબી ગાયક દિપસિધુની વરસીના કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા તે સમયે આ ધમકી આપી હતી. વારીસ પંજાબ એ દિપસિધ્ધુએજ બનાવેલુ સંગઠન છે. દિપુની હત્યા બાદ તેનું સુકાન અમૃતપાલસિંહ પાસે આવ્યુ છે. તેઓએ અહી સંબોધન કરતાં કહ્યું પંજાજાબનો દરેક બાળક ખાલીસ્તાની વાતો કરે છે જેણે જે કરવુ હોય તે કરી લે અમો અમારો હકક માંગીએ છીએ અમોએ આ ધરતી પર શાસન કર્યું છે અને આ ધરતીનાં હકકદાર છીએ અને ફકત અમો જ દાવેદાર છીએ.તેમાંથી અમો પીછેહઠ કરી શકીએ નહિં. અમોને કોઈ રોકી શકશે નહિં પછી તે નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ કે પછી ભગવંત માન પર કેમ ના હોય?
દુનિયાભરની ફૌજ આવે તો પણ અમો પીછેહઠ કરશુ નહિં ખાલીસ્તાન અમો લઈને જ રહેશુ. તેઓએ સીધો પ્રશ્ન પૂછયો કે શું હિન્દુ રાષ્ટ્રની માંગણી કરનારા સામે કોઈ કાર્યવાહી થશે? તો પછી અમારી સામે શા માટે કાર્યવાહી અમોને દબાવી શકાશે નહિં ઈન્દીરાએ તેમ કરીને જોઈ લીધુ પણ તેનુ પરીણામ શું આવ્યું હવે આ લોકો પણ કરીને જોઈ લે? અમો તેની ઈચ્છા પુરી કરવાવાળા છીએ. અમો તો હાથમાં માથુ લઈને ફરનારા છીએ તેઓએ તેમની ધરપકડ થાય તો પણ ડરશે નહિં તેવો હુંકાર કર્યો હતો.