મ્યુ. કમિશનરના સીધા માર્ગદર્શન તળે આજે સિંધુનગરમાં સંકલિત કામગીરી કરવામાં આવી હતી જેના ભાગરૂપે એસ્ટેટ વિભાગે બે કેબીન જપ્ત કર્યાં હતાં.
આ ઉપરાંત એસ્ટેટ વિભાગ દ્વારા આજે શહેરના ભરતનગરમાં પોલીસ સ્ટેશનની સામેની બાજુએ કતારબધ્ધ રીતે ગેરકાયદે ખડકાયેલ કેબીનો તથા કાચા-પાકા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બપોર સુધીમાં ૧૫થી વધુ કેબીનો જપ્ત કરવામાં આવ્યા હતાં. દરમિયાનમાં ભરતનગરમાં કેબીન ધારકોએ પોતાને સમય આપવા દલિલ કરી હતી. જાે કે, તંત્રએ આ ગેરકાયદે દબાણ છે અને કેબીન મુકતા પૂર્વે તંત્રની મંજૂરી લીધી હતી ? તેવો સામો સવાલ કરી દલિલ માન્ય રાખી ન હતી અને કેબીનો જપ્ત કર્યાં હતાં.