નંદકુવરબા મહિલા કોલેજ ખાતે ફિએસ્ટા-૨૦૨૩ના બેનર હેઠળ ચાર દિવસીય યુવા ઉત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગરના મહિલા સામાજિક અગ્રણીઓ, ઉધોગપતિઓ તેમજ આમંત્રિતોની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉદ્ઘાટન સમારંભમાં કોલેજની વિધ્યાર્થીનીઓ દ્વારા દેશ ભક્તિ થીમ સાથે ડાન્સની પ્રસ્તુતિ કરી હતી.આ ઉત્સવ દરમિયાન અલગ અલગ સ્પર્ધાઓ તેમજ સાસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જ્યારે ૨૬મીએ સમાપન સમારોહ યોજાશે.