ગુજરાતમાં આજે ભુપેન્દ્ર પટેલ સરકાર 2.0નું પ્રથમ બજેટ વિપક્ષના નેતા વગર રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ગયા વર્ષે ભાજપ સરકારે 2.43 લાખ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. જો કે માનવામાં આવી રહ્યું છે કે આ વખતના બજેટમાં 18 થી 20%નો વધારો થઈ શકે છે. જેના કારણે બજેટનું કદ 2.90 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈપણ વિરોધ વિના બજેટ રજૂ કરવામાં આવશે. વાસ્તવમાં, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર કોંગ્રેસને વિપક્ષનું પદ આપશે કે નહીં, તે અંગે હજુ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ એક પત્રમાં કોંગ્રેસને જવાબ આપતા કહ્યું છે કે કોંગ્રેસ પાસે ધારાસભ્યોની સંખ્યા 10 ટકાથી ઓછી છે. વિધાનસભામાં કુલ 182 ધારાસભ્યો છે. આમ કોંગ્રેસ પાસે આ વખતે 10 ટકાથી ઓછા ધારાસભ્યો છે, જેના કારણે તેમને વિપક્ષનું પદ આપી શકાય તેમ નથી.