અક્ષય કુમાર તેની ફિલ્મ ‘સેલ્ફી’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દરમિયાન, એક મીડિયા ઇન્ટરવ્યુમાં અક્ષય કુમારે તેની કેનેડિયન નાગરિકતા પર ખુલ્લેઆમ વાત કરી હતી. અભિનેતાએ કહ્યું કે ભારત તેમના માટે બધું છે, તેથી તે કેનેડિયન નાગરિકત્વ છોડી દેશે.
અક્ષય કુમારે કહ્યું કે જ્યારે લોકો તેને કેનેડાના નામે ટોણા મારે છે અને ખરી ખોટી કહે છે ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગે છે. સીધી વાત કરતા, અક્ષય કુમારે કહ્યું, “ભારત મારા માટે બધું છે. હું જે પણ કમાયો છું તે અહીં રહીને કમાયો છું. અને હું મારી જાતને નસીબદાર માનું છું કે મને પાછા ફરવાની તક મળી છે. જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ કરે છે ત્યારે મને ખરાબ લાગે છે. તે કોઈના વિશે કંઈપણ જાણતા નથી, ફક્ત વાતો બનાવે છે.
ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે 1990-2000 વીશે પણ વાત કરી જ્યારે તેને ઘણી ફિલ્મો કરી હતી પરંતુ તમામ ફ્લોપ થઇ હતી. એક પછી એક એમ સતત 15 ફિલ્મો અક્ષયની ફ્લોપ રહી હતી. તે સમયે ખેલાડી કુમારે કેનેડાના નાગરિક્તા માટે એપ્લાય કર્યુ અને તેને કેનેડિયન તરીકે નાગરિક્તા મળી હતી. અક્ષય કુમારે કહ્યું, “મને લાગ્યું કે ભાઈ, મારી ફિલ્મો તો ચાલતી નથી અને મારે કામ કરવાનું તો ચાલુ રાખવું પડશે. મારો એક મિત્ર કેનેડામાં હતો. તેને મને કહ્યું કે તુ અહીં આવી જા. હું કેનેડા કામ કરવા ગયો. અને આ સમય દરમિયાન મેં કેનેડિયન નાગરિકત્વ માટે અરજી કરી હતી. મારી પાસે ફક્ત બે ફિલ્મો બાકી હતી જે હજી રજૂ થવાની બાકી હતી. અને તે મારું નસીબ હતું કે બાકીની બંને ફિલ્મો મારી સુપરહિટ બની. મારા મિત્રએ કહ્યું કે હવે તુ પરત જા અને ફરીથી કામ શરૂ કર. મને કેટલીક વધુ ફિલ્મો મળી અને ત્યારથી હું સતત કામ કરી રહ્યો છું. હું તો ભૂલી ગયો કે મારી પાસે કેનેડિયન પાસપોર્ટ પણ છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે આ પાસપોર્ટ બદલવો જોઈએ. પરંતુ હવે મેં અરજી કરી છે મારો પાસપોર્ટ ટૂંક સમયમાં બદલાશે. “