ભાવનગરના દીપક ચોક વિસ્તારમાંથી ઘોઘારોડ પોલીસે વિદેશી દારૂ ભરેલી રીક્ષા સાથે એક શખ્સને ઝડપી લઇ રૂ. સવા લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઘોઘા રોડ પોલીસ સ્ટાફ ગત મોડી રાત્રિના સમયે શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દિપકચોક વિસ્તારમાંથી દારૂ ભરેલી રીક્ષા નીકળવાની હોવાની મળેલી બાતમીના આધારે દીપક ચોક વિસ્તારમાં વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી રીક્ષા નં. જી.જે. ૨૩ એ.યુ. ૦૮૫૬ ને અટકાવી રીક્ષામાં તપાસ કરવા રીક્ષાની અંદર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ૨૪૦ નંગ ચપટા, કિં. રૂ. ૨૪ હજાર મળી આવ્યા હતા.
ઘોઘારોડ પોલીસે વિદેશી દારૂ, રીક્ષા મળી કુલ રૂ.૧,૨૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે રીક્ષાના ચાલક રિયાઝ ઈકબાલભાઈ શરમાળી રહે.ઘોઘારોડવાળાને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.