Monday, December 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

બીજા દિવસે પણ સ્વીટ અને ફરસાણની પેઢી, રેસ્ટોરન્ટ પ્લાસ્ટીક ડ્રાઇવમાં ઝપટે

પંડ્યા સ્વીટ એન્ડ ફરસાણ, દાદાની વાડી, સીતારામ કાઠીયાવાડી સહિત ૬ પેઢીમાંથી ૪૦ કિલો કરતા વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપાયું : નામાંકિત ત્રણેય પેઢીને રૂા.૫-૫ હજાર દંડ, કચરો બાળનાર ૩ નાગરિકો પણ કમિશનરની ઝપટે ચડી ગયા

aaspassdaily by aaspassdaily
2023-02-24 14:03:07
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પર્યાવરણના દુશ્મન એવા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ બંધ કરાવવા કમિશનર અને કોર્પોરેશન તંત્ર મથી રહ્યું છે પરંતુ બુદ્ધિજીવીમાં ગણાતા મિઠાઇ અને ફરસાણના વેપારીઓ શુદ્ધા ગાંઠતા નથી. પરિણામે ખુદ મ્યુ. કમિશનર મેદાને ઉતરીને સ્વીટ અને ફરસાણની દુકાનોમાં જઇ જઇને ચેકીંગ કરી રહ્યા છે અને પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો પકડી પાડી દંડ ફટકારી રહ્યા છે. ગઇકાલે કાળાનાળામાં નામાંકિત પેઢીઓને ઝપટે લીધા બાદ આજે કમિશનરે લીલાસર્કલથી સિદસર રોડ પર ચેકીંગ હાથ ધરી પાંચથી છ આસામીને પ્રતિબંધિત પ્લાસ્ટીક જથ્થા સાથે ઝડપી લઇ દંડ કરાવ્યો હતો. જ્યારે ૪૦ કિલોથી વધુ પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરાયો હતો.
કમિશનર એન.વી. ઉપાધ્યાયે આજે સવારે લીલાસર્કલથી પ્રતિબંધિત પ્લાસ્ટીક અંગે ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં લીલાસર્કલમાં મેરે કાન્હાથી શરૂ કરી સિદસરની બોર્ડર પર સીતારામ કાઠીયાવાડી રેસ્ટોરન્ટને ચેકીંગમાં આવરી લેવાયેલ જેમાં પંડ્યા સ્વીટ એન્ડ ફરસાણ, દાદાની વાડી તથા સીતારામ કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો આથી જથ્થો જપ્ત લેવડાવી ત્રણેય પેઢીને રૂા.૫-૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય આસામીઓને રૂા.૨-૨ હજાર દંડ કરવામાં આવેલ. આ ઉપરાંત કમિશનરના રાઉન્ડ વખતે સિદસર રોડ પર ત્રણ નાગરિકો દ્વારા જાહેરમાં કચરો સળગાવી ન્યુસન્સ ફેલાવવામાં આવતો હોવાથી તેઓની સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
ગઇકાલે ગુરૂવારે કમિશનર દ્વારા કાળાનાળા ચોકમાં મિઠાઇ અને ફરસાણની પેઢીઓમાં પ્લાસ્ટીક સંદર્ભે ડ્રાઇવ કરાયા બાદ શહેરના મેડિકલ સ્ટોર્સ ધારકો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગને કાર્યવાહી માટે સુચના આપી હતી. આથી તંત્ર દ્વારા શહેરમાં ૧૧૭ મેડિકલ સ્ટોરમાં તપાસ કરાતા ૧૯ મેડિકલ સ્ટોરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ૧૨ કિલોનો જથ્થો મળી આવતા જપ્ત લઇ રૂા.૧૪,૨૫૦નો કુલ દંડ વસુલવામાં આવ્યો હતો.

Tags: bhavnagarplastick cheaking
Previous Post

મહુવા યાર્ડનો રેકોર્ડ : એક જ દિવસમાં ડુંગળીની પાંચ લાખ બોરીની આવક

Next Post

વાહન અકસ્માતમાં ડ્રાઈવરનું મૃત્યુ થતાં વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ

aaspassdaily

aaspassdaily

Related News

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું
તાજા સમાચાર

સુરતમાં પતંગ પકડવા માટે ગયેલ બાળકનું જર્જરિત દીવાલ પડવાથી મોત નીપજ્યું

November 29, 2025
શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી
તાજા સમાચાર

શાંતિ અને સત્ય માટે અત્યાચારોનો અંત આવશ્યક : પીએમ મોદી

November 29, 2025
ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી
તાજા સમાચાર

ભારત વિશ્વના ૫૦ દેશો સાથે મુક્ત વેપાર કરાર કરવા પ્રતિબદ્ધ : વાણિજ્ય મંત્રી

November 29, 2025
Next Post
દીકરાની ક્રુરતાપૂર્વક હત્યા કરનારી સાવકી માતાને ફટકારી આજીવન કેદ

વાહન અકસ્માતમાં ડ્રાઈવરનું મૃત્યુ થતાં વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ

ભાવનગર સમસ્ત વણિક સમાજ દ્વારા સોમવારે નેત્રયજ્ઞ શિબિર

ભાવનગર સમસ્ત વણિક સમાજ દ્વારા સોમવારે નેત્રયજ્ઞ શિબિર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.