ભાવનગરના ટ્રક–ટેન્કરના માલીક સરદારસિંહ છનુભા સરવૈયાની માલીકીનું ટેન્કર નં. જી.જે.-૦૧- ડબલ્યુ.૯૨૩૪માં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિપુલભાઈ બાવકુભાઈ કોલા (સત્યનારાયણ સોસાયટી, ભાવનગર) ભાવનગરથી ટ્રૅન્કરમાં ડામર પ્લાન્ટનું ફયુલ ઓઈલ ભરી ગોંડલ જતા હતા ત્યારે આટકોટ– ઘોઘાવદર રોડ પર સામેથી ટ્રક જી.જે.-૦૩-બી.વી. ૨૬૧૯ના ચાલકે પોતાનો ટૂક પુરઝડપે ચલાવી વિપુલભાઈના ટ્રક સાથે અથડાવી વિપુલભાઈનું બનાવના દિવસે મોત નિપજાવેલ.
ગત તા.૨૨ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ આ બનાવ બનેલ. જે અકસ્માત અનુસંધાને ડ્રાઈવર વિપુલભાઈના વારસો પત્ની, ૩–સગીર બાળકો અને વિધવા માતાએ વકીલ રમેશ વી. નાવડીયા અને પાર્થ આર. નાવડીયા મારફત ભાવનગર મોટર એકસીડેન્ટ કલેઈમ્સ ટ્રિબ્યુનલમાં વળતર મેળવવા અરજી દાખલ કરેલ હતી. જે વળતર અરજીમાં વિમા કંપનીની તકરારો લાયસન્સ અંગે તેમજ ગુજરનારની પોતાની બેદરકારી અંગેની તકરાર ઉઠાવેલ.
ટ્રિબ્યુનલના અધ્યક્ષ એલ.એસ.પીરઝાદાએ પુરાવાના અંતે અને અરજદાર તરફે રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ અને રમેશ વી.નાવડીયાની દલીલ, રજુ થયેલ સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ વળતર અરજીમાં બંન્ને ટ્રકની કોમન ઈન્સ્યુરન્સ વિમા કંપની હોય તેઓની સામે રૂા.૨૬,૧૬,૫૦૦/- તેમજ તેના પર વળતર અરજીની તારીખથી ૯% વસુલ થતા સુધી વ્યાજ તેમજ સપ્રમાણ ખર્ચ સહિતની રકમ ઓર્ડર ૧-માસ માં જમાં કરાવવાનો હુકમ તેમજ હુકમનામું કરી ઠરાવેલ. જે હુકમનામા મુજબ વિમા કંપનીએ રૂા.૩૩ લાખ ઉપરાંતની રકમ જમાં કરાવવાનું ઠરાવેલ.