ધનેશ મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે ભાવનગર જિલ્લા અને શહેરની વહીવટી સંઘની સાધારણ સભા મળેલ. જેમાં તેજસભાઈ જાેશીની ભાવનગર શહેર જિલ્લા વહીવટી કર્મચારી સંઘના ઉપપ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. તેજસભાઈ જાેશી ભાવનગર શહેર બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે કર્તવ્ય નિભાવે છે, આ ઉપરાંત તેઓ ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેર મીડિયા સેલના સહકન્વીનર તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યા છે.






