દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંચાલિત દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ તા.૨૮ને મંગળવારનાં રોજ સવારે ૯ થી ૧૧ દરમ્યાન બાલમંદિર પરિસરમાં બાલ પમરાટ અભિવ્યકિત રંગમંચ ખાતે યોજાશે.
નાયબ માહિતિ નિયામક ચિંતનભાઈ રાવલ કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેશે. ઉપરાંત, બાલમંદિરનાં વાલીઓ, ટ્રસ્ટીઓ, નિયામક, વિભાગીય વડાઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહેશે.
ગિજુભાઈ બધેકાનાં પ્રથમ સંતાન નરેન્દ્રભાઈ બધેકા (બચુભાઈ)ની ૧૧૦મી જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાનાર છે. નરેન્દ્રભાઈ બધેકા શાંતિ નિકેતનનાં વિદ્યાર્થી, રવીન્દ્રનાથ ટાગોરનાં પ્રકૃતિવાદનાં ઘણા અંશો તેમણે દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં પ્રયોજયા હતા. સંસ્થાનાં પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી વિમુબેન બધેકાનાં પતિ નરેન્દ્રભાઈ બધેકાએ વર્ષો સુધી દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર અને દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં આચાર્ય તરીકે પોતાની ફરજ નિભાવી. દર વર્ષે દક્ષિણામૂર્તિ બાલમંદિરનાં બાળકો નરેન્દ્રભાઈની જન્મ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરે છે.