સિહોર તાલુકાના નવાગામની સીમમાં આવેલ નદીના કાંઠે બાવળની કાટમાં જુગાર રમતા બે ઇસમોને શિહોર પોલીસે ઝડપી લીધા હતા,જ્યારે આઠ શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિહોર પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે નવા ગામની સીમમાં આવેલ નદી કાંઠે બાવળની કાંટમાં હારજીતનો જુગાર રમતા હાર્દિક મુકેશભાઈ જસાણી અને રવિ મુકેશભાઈ જસાણીને ઝડપી લીધા હતા અને પટમાંથી રોકડ રજમ,બાઈક મળી કુલ રૂ. ૧,૨૦,૬૮૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે દરોડો પાડતા વિનોદ વાલજીભાઈ બારૈયા, જીતુ ઝીણાભાઈ રાઠોડ, મહેશ ધનજીભાઈ રાઠોડ રહે.ભાવનગર, જયંતિ ધનજીભાઈ રાઠોડ રહે. નવાગામ, રાજેશ દુદાભાઈ ઉનાણી રહે. ભાવનગર, હરજી રહે ભાવનગર વીટી રહે ભાવનગર મેઘજી રહે. ભાવનગર ફરાર થઈ ગયા હતા. સિહોર પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.