કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. અગાઉ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશએ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટમાં રજૂ કર્યા હતા. રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પાંચ દિવસની CBI કસ્ટડીમાં મોકલી દીધા છે. કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી CBI રિમાન્ડ પર મોકલી દીધા છે. અગાઉ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ સિસોદિયાને એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટમાં રજૂ કર્યા હતા. તે જ સમયે, તપાસ એજન્સીએ સિસોદિયાને વિશેષ ન્યાયાધીશ એમ.કે. નાગપાલને પાંચ દિવસની કસ્ટડીમાં સોંપવા વિનંતી કરી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો છે.
આ પહેલા સીબીઆઈએ કોર્ટને કહ્યું હતું કે મનીષ સિસોદિયા એક્સાઈઝ પોલિસી કેસમાં નંબર વન આરોપી છે. તે પૂછપરછમાં સહકાર આપી રહ્યા નથી.જ્યારે મનીષ સિસોદિયાના વકીલ દયાન કૃષ્ણને કહ્યું કે CBI સિસોદિયા પાસેથી ઈચ્છિત જવાબ માંગી રહી છે. સિસોદિયા જે રીતે ઈચ્છે છે તે રીતે જવાબ નથી આપી રહ્યા. જ્યાં સુધી તપાસમાં સહકારની વાત છે તો સિસોદિયાએ સહકાર આપ્યો છે. તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. તેમના ફોન એજન્સી પાસે છે. હવે એજન્સી કહી રહી છે કે સિસોદિયા ઉદ્ધત જવાબો આપી રહ્યા છે. તેને આ અધિકાર છે. વ્યક્તિને બંધારણીય અધિકારો છે.
CBI એ રવિવારે આઠ કલાકની મેરેથોન પૂછપરછ બાદ સિસોદિયાની ધરપકડ કરી હતી. રાત્રે ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને સીબીઆઈ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યા હતા. મેડિકલ બાદ સોમવારે તેને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સોમવારે સવારથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. દિલ્હી પોલીસ અને AAP કાર્યકરો વચ્ચે વિવિધ સ્થળોએ ઘર્ષણ થયું હતું. દિલ્હી અને ભોપાલ ઉપરાંત AAP કાર્યકર્તાઓએ કોલકાતામાં પણ બીજેપી ઓફિસ સામે પ્રદર્શન કર્યું. દિલ્હીમાં AAP નેતા આતિશીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ ઓફિસમાં ઘૂસીને કાર્યકરોની બળજબરીથી ધરપકડ કરી રહી છે. તે જ સમયે, દિલ્હીમાં સીબીઆઈ અને બીજેપી કાર્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.






