પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની સમર્થક અમૃતપાલ સિંઘને પૈસા આપવા માટે સોશિયલ મીડિયા પર મોટું અભિયાન ચલાવી રહી છે. ટોચના ગુપ્તચર સૂત્રોનું કહેવું છે કે, કેનેડા, યુકે અને અન્ય ઘણા દેશોમાં ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા હજારો તસવીરો અપલોડ કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં પાકિસ્તાની એજન્સી ભારતમાં શીખો પર કથિત અત્યાચારનો ખોટો પ્રચાર કરી રહી છે. તેમની જાહેરાત પણ કરવામાં આવે છે અને આ જાહેરાતો કેનેડા, યુકે અને જર્મનીમાં જોઈ શકાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જાહેરાતો એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે ફક્ત 18-25 વર્ષની વય જૂથના યુવાન શીખોને દેખાડવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ જાહેરાતો સિંઘ, કૌર વગેરે જેવા શીખ નામો અને અટકો માટે લક્ષ્યાંકિત છે. આ જાહેરાતો માટે ચૂકવણી કરવામાં આવે છે અને લગભગ એક વર્ષ સુધી ચાલી શકે છે. પાકિસ્તાન ખાલિસ્તાની અલગતાવાદી અમૃતપાલ સિંહને પરોક્ષ ભંડોળ પૂરું પાડવા માટે લક્ષ્ય પ્રેક્ષકો સુધી સીધું જ પહોંચી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે, તેમણે અત્યાચાર બતાવવા માટે શીખ અત્યાચારની તસવીરો, કપડાં, કારની એસેસરીઝ વગેરે વેચવાનું ષડયંત્ર રચ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે, તેમના દ્વારા ISI અને તેના લોકો ફંડિંગ માટે કરોડો ડોલર કમાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, આ જાહેરાતો શીખ અલગતાવાદી નેતા જરનૈલ સિંહ ભિંડરાવાલેને અમૃતપાલ સિંહ સાથે સીધી જોડી રહી છે. તેમણે કહ્યું કે, વારિસ પંજાબ દેના સ્થાપક અમૃતપાલને ભિંડરાવાલેની જેમ માથા પર પાઘડી બાંધીને ચાલતા અને બોલતા રજૂ કરવામાં આવ્યા છે. અમૃતપાલ પણ 1984માં ઓપરેશન બ્લૂ સ્ટારમાં માર્યા ગયેલા આતંકવાદી નેતા ભિંડરાનવાલે જેવો દેખાય છે.
ઈન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે, સોશિયલ મીડિયા પોસ્ટમાં કરવામાં આવેલી ટિપ્પણીઓ ભારતીય પંજાબની નથી, પરંતુ તેમની ભાષા દર્શાવે છે કે, તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ભારતમાં તેઓ ફક્ત કેનેડા, જર્મની અથવા યુકે જેવા સ્થાન સાથે VPNનો ઉપયોગ કરીને જોઈ શકાય છે.