શિક્ષણ વિભાગ દ્વારા કોરોના મહામારી વખતે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાં વખતે વિદ્યાર્થીઓ માટે અમુક નિયમો અટકાવવામાં આવ્યા હતા. જે નિયમો હવે ફરી અમલી બનાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે શિક્ષણ વિભાગે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને બે વિષયમાં 35 ટકાથી ઓછા માર્કસ હશે તો વર્ગ બઢતી નહી મળે. શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાં મહામારીને કારણે નિયમ અટકાવવામાં આવ્યો હતો. જે નિયમ હવે ફરી અમલી બનાવવામાં આવ્યો છે.