સુરતમાં વેલંજાથી નવી પારડી જતી પિકઅપનું ડ્રાઈવર સાઈડનું આગળનું વ્હીલ ફાટી જતાં પિકઅપે ડિવાઈડર કુદાવી સામેથી આવતી બે બાઈક અને રાહદારીને અડફેટે લેતાં એક મહિલા સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ ચાર મૃતકોમાં દંપતીનો પણ સમાવેશ થાય છે. જેઓ રવિવારની રજા હોવાના કારણે ફાર્મ હાઉસમાં પરિવાર સાથે ગયા હતા. જોકે, પરત ફરતા અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, એક ઈજાગ્રસ્તની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.