પ્રતિ સિલિન્ડર 1110 રુપિયા ચૂકવવા પડશે: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં રૂ.350.50નો વધારો
હોળીના તહેવાર વચ્ચે જ LPG સિલિન્ડરમાં 50 તો કોમર્શિયલ સિલિન્ડરમાં 350 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં પ્રતિ સિલિન્ડર 1110 રુપિયા ચૂકવવા પડશે.ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.
આજથી નવો મહિનો માર્ચ શરૂ થઈ ગયો છે. દરેક નવા મહિનાની સાથે, આર્થિક સંબંધિત નિયમો બદલાય છે. આ ફેરફારોની અસર તમારા ઘરના બજેટ પર પડે છે. ક્યારેક તમને આ નિયમોથી ફાયદો થાય છે તો ક્યારેક તમારા ખિસ્સા પર ભાર વધે છે. તેવામાં આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવતા હવે પ્રતિ ગેસ સિલિન્ડર 1110 રુપિયા ચૂકવવા પડશે.
એલપીજી, સીએનજી અને પીએનજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે.
મહિનાના પહેલા દિવસે જ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થઈ ગયો છે. વધેલા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે.
એલપીજી, એલપીજી સિલિન્ડર, સીએનજી અને પીએનજીની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. ગત વખતે 1 ફેબ્રુઆરીએ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો ન હતો. પરંતુ આ વખતે તહેવારોની સીઝન દરમિયાન જ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં રુપિયા 50નો વધારો થયો છે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 350 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે.