Tiger 3 Set Video: સલમાન ખાન-કેટરિના કૈફની ‘ટાઈગર 3’ના સેટ પરથી લીક થયો વીડિયો, મિનિટોમાં જ થયો વાયરલ
સલમાન ખાન અને કેટરિના કૈફની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ટાઈગર 3’ સતત ચર્ચામાં છે… આ ફિલ્મ એટલા માટે પણ ચર્ચામાં રહી છે કારણ કે કેટરીના કૈફ લગ્ન બાદ પહેલીવાર સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. પરંતુ હવે આ ફિલ્મના સેટ પરથી વીડિયો લીક થયો છે… આ વીડિયો જોયા બાદ આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્સુકતા વધુ વધી ગઈ છે. આ નાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે.
ઈમરાન હાશ્મી દેખાયો
આ વખતે ઈમરાન હાશ્મી પણ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. સેટ પરથી લીક થયેલો વિડીયો એક રૂમનો હોવાનું જણાય છે જેમાં ચારેબાજુ ધુમાડો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ઈમરાન હાશ્મી ઊભો જોવા મળી રહ્યો છે. થોડી મિનિટોનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે.
ચાહકોનો ઉત્સાહ વધી ગયો
આ વીડિયો લીક થયા બાદ આ ફિલ્મને લઈને ચાહકોની ઉત્તેજના વધુ વધી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ટાઈગર 3’ ‘ટાઈગર’ સિરીઝની ત્રીજી ફિલ્મ છે. ‘એક થા ટાઈગર’ વર્ષ 2012માં અને પછી ‘ટાઈગર ઝિંદા હૈ’ વર્ષ 2017માં રિલીઝ થઈ હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આવી સ્થિતિમાં, ચાહકો આ ફિલ્મના ત્રીજા ભાગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ સિવાય સલમાન ખાનની આગામી ફિલ્મોમાં ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ સામેલ છે. આ ફિલ્મથી સલમાનનો લુક સામે આવ્યો છે, જેમાં તે મોટા વાળ સાથે જોવા મળ્યો હતો. સલમાન ખાનનો લૂક જોઈને તમને ચોક્કસ લાગશે કે તે શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મના લૂકથી પ્રેરિત છે.