ભાવનગર મહાનગર અને જિલ્લા ભાજપ સંગઠનનું વિસર્જન કરતો નિર્ણય પ્રદેશ સંગઠન દ્વારા લેવામાં આવ્યો છે, શહેર અને જિલ્લાના બંને સંગઠનના પ્રમુખ જ નહિ મહામંત્રીઓ સહિતના દરેક હોદેદારો હવે પૂર્વ થયા છે. જોકે, નવા સંગઠનની જાહેરાત ટૂંકમાં જ થવાની શક્યતા બળવતર છે. પ્રમુખ અને અન્ય હોદેદારોની નિમણૂકમાં સાંસદની ચૂંટણી તેમજ જ્ઞાતિ વાઈઝ સમીકરણો જોવાશે. તેમજ પીઢ અને અનુભવી ચહેરાઓને સ્થાન મળશે તે નિશ્ચિત મનાય છે.