ભાવનગરના કરચલીયાપરા, વાલ્મિકી વાસમાં આવેલ બે માળના મકાનમાં ઉપરના માળે ગત મોડી રાત્રીના આગ લાગતા ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી.આ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ બુજાવી હતી.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના કરચલીયાપરા, વાલ્મિકી વાસમાં આવેલ જયાબેન કનુભાઈ બારૈયાની માલિકીના બે માળના મકાનમાં ઉપરના માળે ગત મોડી રાત્રિના સમયે કોઈ કારણોસર આગ લાગતા મકાનમાં રાખેલ ગાદલાં-ગોદડાં, ટી.વી., પંખો, સહિતની ઘરવખરી આગની લપેટમાં આવી ગઈ હતી.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને અડધી ગાડી પાણીનો છંટકાવ કરી આગ કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું કારણ અને નુકસાની જાણી શકાઈ ન હોવાનું ફાયરબ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું.