પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી 2023 માટે મતદાન થયું હતું. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ અને નાગાલેન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. ત્રણેય રાજ્યોના ચૂંટણી પરિણામો આજે જાહેર થશે.
પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં કુલ 180 વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી યોજાઈ હતી. નોંધનીય છે કે, ત્રિપુરામાં હાલમાં ભાજપના મુખ્યમંત્રી છે, જ્યારે નાગાલેન્ડમાં નેશનાલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ની સરકારો છે. મેઘાલયમાં 13 મતગણતરી કેન્દ્રો છે. તેમાંથી 12 જિલ્લા મુખ્યાલયમાં તો જ્યારે 1 અન્ય સોહરા સબડિવિઝનમાં બનાવવામાં આવ્યું છે. 3 લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સૌથી અંદર અને પહેલા લેયર પર CAPF નજર રાખી રહ્યું છે. આ ઉપરાંત બીજા અને ત્રીજા લેયરની દેખરેખની જવાબદારી રાજ્ય સશસ્ત્ર પોલીસ દળને સોંપવામાં આવી છે. કુલ 383 રાઉન્ડમાં મત ગણતરી થશે.