બીજીંગ
ભવિષ્ય વાણી માટે ફ્રાન્સનાં ભવિષ્યવેતા નોસ્ટ્રાડોમસ જાણીતા છે. હવે નવા નોસ્ટ્રાડોમસ તરીકે જાણીતા થયેલા ભવિષ્ય વેતા ક્રેગ હેમીલ્ટને ત્રીજા વિશ્વને ચોંકાવનારી ભવિષ્યવાણી કરી છે. વર્ષ 2023 માં વિશ્વ યુદ્ધ ફાટી નીકળશે. જેનુ કારણ એક વિમાન દુર્ઘટના જવાબદાર બનશે. આ ભવિષ્યવેતાએ એવી પણ સનસનીખેજ આગાહી કરી હતી કે ચીનનાં ટુકડે ટુકડા થશ જશે.
આ ક્રેગ હેલીલ્ટને બ્રિટનની મહારાણી એલીઝાબેથ દ્વિતિયનાં નિધનની ખરી ભવિષ્યવાણી કરી હતી. ત્યારબાદ તે નવા નોસ્ટ્રાડોમસ તરીકે ઓળખાવા લાગ્યો હતો. ત્રીજા વિશ્વ યુદ્ધ માટે ક્રેગ રશીયા યુક્રેન યુધ્ધને નહી તાઈવાનને જવાબદાર બતાવે છે. ક્રેગે તાઈવાનમાં એક ભયાનક વિમાન દુર્ઘટનાની આગાહી કરી છે.જે આ વર્ષે ત્રીજા વિશ્વ યુધ્ધ માટે જવાબદાર બની શકે છે. ક્રેગે જણાવ્યું હતું કે કાં તો બે સબમરીન કે બે વિમાનો વચ્ચે ટકકર થશે.આ ઘટનાથી ચીન અને રશીયા વચ્ચે સંઘર્ષ શરૂ થઈ જશે. આવનારા વર્ષોમાં તે સૌથી ગંભીર બની જશે. ભવિષ્યવેતાએ દાવો કર્યો હતો કે આ યુદ્ધની સામે યુક્રેન રશીયાનું યુધ્ધ નાનુ લાગશે. તેમણે આ યુદ્ધનાં ચોંકાવનારા પરીણામો દર્શાવતા કહ્યું કે તે એક નવા ચીનનો જન્મ આપશે જે અનેક દેશોમાં વહેંચાઈ ગયો હશે.