ભાવનગર
સ્મોલ વન્ડર માત્ર પ્લે હાઉસ અને પ્રિ નર્સરી ન રહેતા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર બન્યું છે. ચોથી માર્ચ વુમન્સ- ડે નિમિત્તે આ સંસ્થા દ્વારા ‘ડીઝીટઓલ’ શિર્ષક તળે મહિલાઓ માટેના એક અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ચાર માર્ચ શનિવારે સાંજે ચારથી ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમ ખાતે મહિલા દિનની ઉજવણી નિમિત્તે પાવર ટોક, વુમન્સ એન્ડ ફાઇનાન્સ લિટરેસી, વુમન ઓફ સબસ્ટેન્સ, ગેમ્સ, ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ સ્પર્શ ફાઉન્ડેશન અને પેરેન્ટ સ્ટેશનના સહયોગથી યોજાશે. સ્મોલ વન્ડરના હર્ષા રામૈયાએ જણાવ્યું છે કે, આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કુંવરીબા બ્રીજેશ્વરીકુમારી ઉપસ્થિત રહેશે તો વન્ડરવુમન ગ્રુપના શિલ્પા દુલેરા, એકતા શાહ, નિરાલી વસાણી – મકવાણા, ટ્વિંકલ બંસલ, સુગંધ ગુપ્તા, અયના ચોયથાણી, દર્શના મહેતા, અંબિકા ટેકરીવાલ, ચિત્રા ભંડારી પણ જોડાવાના છે.
વિના મૂલ્યે આયોજિત આ કાર્યક્રમમાં ભાવનગર શહેરની કોઈપણ મહિલા ભાગ લઈ શકે છે આ માટે માત્ર 9909926464 પર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.