કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેનાર નકલી PSI મયુર તડવીની ધરપકડ કરવામાં આવી છે. ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં ડોક્યુમનેટમાં છેડછાડનો તેમના વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે ગઈકાલે પણ કરાઈ એકેડેમી દ્વારા પ્રેસ રીલીઝ કરી ખુલાસો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તેમજ આરોપી મયુર તડવીની ગઈકાલે જ અટકાયત કરાઈ હતી.
બોગસ PSI મયુર તડવી મુદ્દે કરાઇ એકેડમીએ પ્રેસ નોટ રિલિઝ કરી એક ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પ્રેસનોટમાં ગુજરાત પોલીસે સ્વીકાર્યુ છે કે ત્રણ મહિના કરતા વધારે સમયથી મયુર તડવીએ તાલીમ લીધી છે. તેમજ વધુમાં કહ્યુ કે, મયુરે કોઇ ગેંગના માધ્યમથી કરાઇમાં પ્રવેશ્યો કે નહીં તેની પણ તપાસ થઈ રહી છે. કરાઈ પોલીસે એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દિધો છે. જેમાં નકલી PSI મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લીધી હોવાનું જણાવ્યુ છે. મહત્વનું છે કે મયુર તડવીએ બીજા ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી કરાઈ એકેડમીમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં જણાવ્યુ હતુ કે, યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી છે તેની પણ તપાસ કરવામાં આવશે.