ભાવનગરના ભાજપના પૂર્વ કોર્પોરેટર અને જુદી જુદી બે ટર્મ સુધી મહાપાલિકાના મેયર તરીકે રહેલા તેમજ સુરેન્દ્રનગર ભાજપના હાલના પ્રભારી નિમુબેન બાંભણીયાની અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય મહામંત્રી પદે નિમણૂંક કરવામાં આવી છે. નિમુબેનની ઉક્ત નિમણૂંકને કોળી સમાજના આગેવાનો, મહાનુભાવો અને કાર્યકર્તાઓએ આવકારી હતી.