પદ્મશ્રીથી સન્માનિત અને અનેક એવોર્ડ વિજેતા જાણીતા પાર્શ્વગાયક સુરેશ વાડકર સૌપ્રથમવાર ભાવનગર આવ્યા હતાં. ઇસ્કોન ક્લબ ભાવનગર આયોજિત આ સંગીત સંધ્યામાં આ ગાયકે તેમના એક એકથી ચડીયાતા પ્રસિદ્ધ ગીતોની પ્રસ્તુતિ દ્વારા સંગીતપ્રેમીઓને ખુશ કરી દીધા હતાં.
તેમણે હિન્દી સીને જગતના અન્ય મહાન ગાયકોને શ્રદ્ધાંજલિ રૂપે પણ ગીતો પ્રસ્તુત કરી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, પોતે બાર વર્ષના હતા ત્યારે ગુરૂજી સાથે ભાવનગર આવ્યા હતાં. ત્યારબાદ હવે પ્રથમવાર આ ભાવસભર ભાવનગરમાં કલા પ્રસ્તુતિનો મોકો મળ્યો છે જેનો મને આનંદ છે. કાર્યક્રમને સફળ બનાવવા ઇસ્કોન ક્લબ એન્ડ રિસોર્ટના જનરલ મેનેજર આનંદ ઠક્કર તથા તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.