લોકોનો જીવ બચાવવા માટે બ્લે બેન્ક હોવી જરૂરી છે. તેમાં પણ અત્યારની સ્થિતિમાં ગુજરાતમાં 33માંથી 13 જિલ્લામાંટ બ્લડ બેન્ક ના હોવાની વિગતો સામે આવી છે વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન આ વિગતો સામે આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પૂછાયેલા સવાલના જવાબરુપે આ વાત સામે આવી હતી. 2022 સુધીના આંકડાઓ મુજબ આ વાત સામે આવી છે. ગુજરાતમાં આરોગ્ય સેવાઓ કેટલી સુવ્યવસ્થિત છે. રાજ્ય સરકારના જવાબમાં આ વાત સામે આવી હતી.
એક તરફ રાજ્યમાં અકસ્માતો જેવી ઘટનાઓ દરરોજ બને છે આ પ્રકારની ઈમરજન્સી સર્વિસમાં કે અન્ય પ્રકારની હેલ્થને લગતી થતી મુશ્કેલીઓ સામે લોકોના જીવ બચાવવા માટે બ્લડ બેન્ક ખૂબ જ આવશ્યક છે. કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં સરકારે કહ્યું છે કે રાજ્યના 33માંથી 13 જિલ્લામાં એક પણ બ્લડ બેંક નથી. જીવન બચાવવા માટે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ સુવિધા હોવી જરુરી છે. જો કે, હાલ 13 જિલ્લામાં બ્લડ બેન્ક ના હોવાનો ખુલાસો વિધાનસભામાં થયો હતો.
ગાઈડ લાઈન પ્રમાણે દરેક જિલ્લામાં એક બ્લડ બેન્ક જરૂરી
જીવન બચાવવા માટે રક્ત ખૂબ જ મહત્વપૂર્ણ છે જે બાબતને ધ્યાનમાં રાખીને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક બ્લડ બેંક હોવી જોઈએ, પરંતુ એક ડઝનથી વધુ જિલ્લાઓમાં એક પણ બ્લડ બેંક નથી. 1960માં જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે શરૂઆતમાં માત્ર 17 જિલ્લા હતા. હાલમાં ગુજરાતમાં 33 જિલ્લાઓ છે જિલ્લા વધવાની સાથે સાથે આ માળખાકીય અને આરોગ્યને લગતી સુવિધાઓ પણ વધવી જોઈએ.
આ જિલ્લાઓમાં બ્લડ બેન્કની જરુર
નવસારી, અમરેલી, તાપી, બોટાદ, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લામાં બ્લડ બેંક નથી. વ્યાપક રીતે કહીએ તો, આ ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે જેમાં ઓછામાં ઓછી એક બ્લડ બેંક હોવાનો ઉલ્લેખ છે.
રાજ્યમાં 178 બ્લડ બેન્કો પરંતુ મહાનગરોમાં વધુ
મહનાગરો કે મોટા સેન્ટરોમાં આ સુવિધા જરુરથી હોય છે પરંતુ રાજ્યમાં 178 બ્લડ બેંક છે. આમાંની મોટાભાગની બ્લડ બેંકો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને જામનગર એમ પાંચ મોટા શહેરોમાં છે.





