વર-કન્યાનું સપનું હોય છે કે તેઓ પોતાના લગ્નમાં સારા દેખાય. આ માટે મેક-અપ પણ કરવામાં આવે છે. બ્રાઈડલ મેકઅપ કેટલો મોંઘો છે, આ વાત પણ કોઈનાથી છુપાયેલી નથી., એક યુવતીને તેના લગ્ન માટે મેકઅપ કરાવવો તેના માટે બોજ બની ગયો. હાલત એવી થઈ ગઈ કે તેમને આઈસીયુમાં દાખલ કરવી પડી. આ મામલો કર્ણાટકનો છે.
ન્યૂઝ એજન્સી IANS અનુસાર કર્ણાટકના હસનમાં મેકઅપ કર્યા બાદ યુવતીનો ચહેરો એટલો બગડી ગયો હતો કે તેને ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવી પડી હતી. ત્યાં તેમના લગ્ન મુલતવી રાખવા પડયા. જ્યારે મામલો સામે આવ્યો ત્યારે છોકરીનો મેક-અપ કરનાર બ્યુટિશિયનને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવી છે. ખાસ વાત એ છે કે પીડિતાએ જ્યાં મેકઅપ કરાવ્યો તે હર્બલ બ્યુટી પાર્લર હતું.
હાસનના આર્સીકેરે શહેરમાં બનેલી આ ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પીડિતા જાજુર ગામની રહેવાસી છે. પીડિતાએ 10 દિવસ પહેલા શહેરના ગંગાશ્રી હર્બલ બ્યુટી પાર્લર એન્ડ સ્પામાં પોતાનો મેક-અપ કરાવ્યો હતો. મેક-અપ કર્યા બાદ પીડિતાનો ચહેરો એટલો સૂજી ગયો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. બ્યુટિશિયન ગંગાએ પીડિતાને કહ્યું કે તેણે તેના ચહેરા પર નવા પ્રકારના મેકઅપ પ્રોડક્ટ્સ લગાવ્યા છે. મેક-અપ કર્યા પછી પીડિતાને એલર્જી થઈ ગઈ અને તેનો ચહેરો એટલો બગડી ગયો કે તેના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે. હાલમાં, અર્સિકેરે સિટી પોલીસે કેસ નોંધ્યો છે અને મામલાની તપાસ કરી રહી છે. પોલીસે આરોપી બ્યુટિશિયનને સમન્સ પણ મોકલ્યા છે. બીજી તરફ અહેવાલનું માનીએ તો વરરાજા દ્વારા આ લગ્ન રદ કરવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું છે કે છોકરી કંઈક નવું કરવાનો પ્રયાસ કરવા માંગતી હતી. આ અંતર્ગત તેણે પહેલા ફાઉડેશન લગાવ્યો અને પછી વરાળ પણ લીધી. પરિણામે દાઝી જવાથી તેનો ચહેરો કાળો અને સુજી ગયો હતો.






