દેશમાં નવા માર્ગો અને હાઇવે ચકાચક બની રહ્યા છે ત્યારે વાહનોની સ્પીડ લીમીટમાં વધારો કરવા માટે સરકારે ચક્રો ગતિમાન કર્યા છે અને તુર્તમાં નિર્ણય લેવાઇ જવાનો કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું. નવા માર્ગો પર સ્પીડ લીમીટ ઓછી હોવાના કારણે વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. હવે નવા માર્ગ બની ગયા છે. જયારે સ્પીડ લીમીટ વધારવાનું જરૂરી બન્યું છે.
સુરક્ષા અને ટ્રાન્સપોર્ટેશન ક્ષમતાને ધ્યાનમાં રાખીને સ્પીડ લીમીટ વધારવાની વિચારણા છે. સ્પીડ લીમીટનો નિર્ણય રાજય સરકાર કરતી હોય છે છતાં રાજયોની સાથે બેઠક કરીને તુર્તમાં આખરી નિર્ણય લેવામાં આવશે. નવા નિયમો ઘડવા માટે રાજય સરકારો સાથે બેઠક કરવામાં આવશે. પરંતુ એક બાબત નિશ્ર્ચિત છે કે હાઇવે તથા માર્ગો સારા બની ગયા હોવાથી સ્પીડ લીમીટના નિયમોમાં બદલાવ કરવો પડે.





