નવી દિલ્હી
જી-20 દેશોના વિદેશ મંત્રીઓની દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં મતભેદો ભુલીને વૈશ્વીક પડકારો માટે કામ કરવા અપીલ કરી હતી. પરંતુ બે દેશ ચીન અને રશિયા અલગ જ લાઇન પર ઉભા રહયા, જેના કારણે સંયુકત નિવેદન પર સહમતી જ ન બની શકી.
યુક્રેન.મુદામાં પ્રતિષ્ઠિત સમુહો બે જુથમાં વહેંચાઇ ગયા હતા. એકબાજુ અમેરીકા અને પશ્ચીમ દેશો અને બીજી બાજુ રશિયા અને ચીન જુદા ઉભા રહયા. આ દેશો મોદીની અપીલને પણ ન સાંભળી. મોદી પણ સમજાવવામાં ફેલ ગયા. સતત બે મંત્રી સ્તરની બેઠકમાં આમ સહમતી ન બનતા આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતમાં યોજનાર જી-20 શિખર સંમેલન સામે સવાલો ઉભા થયા છે.





