Tuesday, April 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

ટ્રમ્પની યુરોપિયન દેશો પર ટેરિફની ધમકી મામલે યુરોપિયન યુનિયનની જવાબી કાર્યવાહી કરવા તૈયારી

dharmendravaghela by dharmendravaghela
2026-01-19 12:54:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગ્રીનલેન્ડને લઈને અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેનો તણાવ હવે ખુલ્લી ‘ટ્રેડ વોર’ તરફ આગળ વધી રહ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે સાથ ન આપનારા ૦૮ યુરોપિયન દેશો પર ભારે ટેરિફ લગાવવાની ધમકી આપી છે, જેના જવાબમાં યુરોપિયન યુનિયનએ પણ વળતા પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 8 યુરોપિયન દેશોમાંથી આવતા સામાન પર 1 ફેબ્રુઆરીથી 10% ટેરિફ લગાવવામાં આવશે, જેને 1 જૂનથી વધારીને 25% કરી દેવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત બાદ યુરોપિયન યુનિયન એક્ટિવ મોડમાં આવી ગયું છે. રવિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં રાજદૂતોની એક ઈમરજન્સી બેઠક યોજાઈ હતી, જેમાં જર્મની અને ફ્રાન્સ સહિતના ઘણા દેશોએ ટ્રમ્પની ધમકીઓની નિંદા કરી અને તેને ‘બ્લેકમેલ’ સમાન ગણાવી. ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફ ધમકીના જવાબમાં અત્યાર સુધી ન અજમાવ્યા હોય તેવા કડક પગલાં લેવાનો પ્રસ્તાવ મૂક્યો છે. યુરોપિયન દેશો અમેરિકા પર 93 અબજ યુરો (લગભગ 107.71 અબજ ડોલર) સુધીના જવાબી ટેરિફ લગાવવા અથવા તો અમેરિકન કંપનીઓને યુરોપિયન બજારમાંથી બહાર કરવા જેવા આકરા પગલાં લેવા પર વિચાર કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં યોજાનાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન ટ્રમ્પ પર દબાણ બનાવવા માટે યુરોપિયન દેશો આ પગલાં પર વિચાર કરી રહ્યા છે.
અહેવાલ અનુસાર, યુનિયનના એક રાજદૂતે કહ્યું છે કે ટ્રમ્પના ટેરિફના જવાબમાં જવાબી ટેરિફ 6 ફેબ્રુઆરીથી લાગુ થઈ શકે છે. જોકે, એક અન્ય રાજદ્વારીએ જણાવ્યું કે, “ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા વિરુદ્ધ જવાબી પગલાં લેવાનો અમારો કોઈ ઈરાદો નથી. અમે રાજદ્વારી માર્ગો શોધી રહ્યા છીએ. જો 1 ફેબ્રુઆરીએ ટ્રમ્પ ટેરિફ લાગુ કરશે, તો જ જવાબી ટેરિફ પર વિચાર કરવામાં આવશે.”આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડને અમેરિકામાં ભેળવવાની ઝુંબેશ છે. જે 8 દેશો ટ્રમ્પના નિશાના પર છે તેમાં ડેનમાર્ક, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, બ્રિટન અને નોર્વેનો સમાવેશ થાય છે. આ દેશોએ ડેનમાર્કના સમર્થનમાં આર્કટિક ક્ષેત્રમાં પોતાના સૈનિકોની તૈનાતી પણ કરી દીધી છે.

Tags: EUgreenlandUSA
Previous Post

દક્ષિણ સ્પેનમાં બે હાઇ-સ્પીડ ટ્રેન ટકરાતા ૨૧ લોકોના મોત : ૭૩ને ઇજા

Next Post

Mastering Crypto Swaps: The Raydium Advantage

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દાહોદ : લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ ૪૦૦થી વધુ લોકોની તબિયત લથડી

April 21, 2026
આંતરરાષ્ટ્રીય

ધમકી આપવાથી શાંતિનો માર્ગ નહીં ખુલે : કોઇપણ હુમલાને ખાળવા માટે ઈરાન તૈયાર

April 21, 2026
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકા પણ ઝંપલાવશે?
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામે ફરી યુદ્ધ માટે અમેરિકા અને ઇઝરાયેલની તૈયારી

April 21, 2026
Next Post

Mastering Crypto Swaps: The Raydium Advantage

ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.