ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાના પિસાવાં પોલીસ સ્ટેશન વિસ્તારના હિમ્મતનગર પાસે થયો હતો. હરદોઈ તરફથી એક પરિવાર મુંડનવિધિનો પ્રસંગ પૂર્ણ કરીને ટ્રેક્ટર-ટ્રોલીમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. ટ્રેક્ટર-ટ્રોલીમાં પરિવારના અનેક સભ્યો અને સંબંધીઓ સવાર હતા. પરંતુ રસ્તામાં અચાનક એક ટ્રક સાથે તેમની ટ્રેક્ટર-ટ્રોલીની ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરનું સંતુલન બગડ્યું હતું અને તે રસ્તા પર પલટી ગઈ હતી.
આ દુર્ઘટનામાં પાંચ મહિલાઓનાં મોત થયાં છે, જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.
એક તરફ પરિવારના સભ્યો ખુશીનો પ્રસંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા, તો બીજી તરફ આ અકસ્માતે પરિવારને મોટો આઘાત આપ્યો છે. અકસ્મતમાં ઘાયલ થયેલા લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મહિલાઓના પરિવારજનોમાં શોકનો માહોલ છે.
અકસ્મતની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ટ્રોલીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. હાલ આ અકસ્માતમાં પાંચ મહિલાઓનાં મોત અને 17 લોકો ઘાયલ થયાની માહિતી સામે આવી છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે.






