Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિહોર ગારીયાધાર અને તળાજા સહિત 76 નગરપાલિકાઓમાં વહીવટદારોનુ શાસન

ચૂંટણી થાય ત્યાં સુધી પ્રાંત અધિકારીઓ, અધિક કલેક્ટરો, નાયબ કલેક્ટરો અને મામલતદારોને વહીવટદારની જવાબદારી

aaspassdaily by aaspassdaily
2023-03-04 12:05:32
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટર્મ પૂરી થઈ જવા છતાં ચૂંટણી નહીં યોજી શકવાના કારણે સિહોર ગારીયાધાર અને તળાજા સહિત સૌરાષ્ટ્ર કચ્છની 32 ,રાજ્યની 76 નગરપાલિકાઓમાં તાત્કાલિક અસરથી વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા આ સંદર્ભે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને નગરપાલિકામાં પ્રાંત અધિકારી, અધિક કલેકટર ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારોની નિમણૂક વહીવટદાર તરીકે કરવામાં આવી છે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જે 76 નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે તેમાંથી 68 નગરપાલિકાઓની મુદત ફેબ્રુઆરી માસમાં પૂરી થઈ ગઈ છે. છ નગરપાલિકાઓની મુદત તારીખ 2 માર્ચના રોજ પૂરી થઈ ગઈ છે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓનું જાહેરનામાથી વિસર્જન કરવામાં આવ્યું હતું. આ બંને નગરપાલિકા વિસર્જિત થયાને છ માસનો સમયગાળો પૂરો કરવામાં આવ્યો હોવાથી આ તમામ જગ્યાઓએ વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ 8 મુજબ નગરપાલિકાઓની મુદત પ્રથમ બેઠકથી પાંચ વર્ષની હોય છે અને મુદત પૂરી થાય તે પહેલા ચૂંટણી કરવાની હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અન્ય પછાત વર્ગો માટેની બેઠક નક્કી કરવા માટે રચાયેલા સમર્પિત આયોગ દ્વારા અહેવાલ રજૂ કરવામાં ન આવતા ચૂંટણી થઈ શકતી નથી. હવે આયોગ દ્વારા સરકારને અહેવાલ ન આવે ત્યાં સુધી આવી નગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર કચ્છની કઈ નગરપાલિકાઓમાં વહીવટદાર?
સૌરાષ્ટ્ર કચ્છની જે નગરપાલિકાઓમાં વહીવટદારનું શાસન આવ્યું છે તેમાં કચ્છ જિલ્લાની ભચાઉ રાપર નખત્રાણા જામનગર જિલ્લાની ધ્રોલ જામજોધપુર કાલાવડ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા સલાયા ભાણવડ મોરબી જિલ્લાની હળવદ વાંકાનેર રાજકોટ જિલ્લાની જેતપુર નવાગઢ ધોરાજી ઉપલેટા જસદણ ભાયાવદર પોરબંદર જિલ્લાની રાણાવાવ કુતિયાણા અમરેલી જિલ્લાની જાફરાબાદ રાજુલા ચલાલા લાઠી ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર માંગરોળ માણાવદર જુનાગઢ જિલ્લાની બાટવા ચોરવાડ વંથલી વિસાવદર ભાવનગર જિલ્લાની સિહોર ગારીયાધાર અને તળાજા નગરપાલિકાઓનો સમાવેશ થાય છે.

Previous Post

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા અલ્ટીમેટમ

Next Post

રંગોત્સવ પર્વ ઉજવવા તૈયારીઓનો ધમધમાટ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
રંગોત્સવ પર્વ ઉજવવા તૈયારીઓનો ધમધમાટ

રંગોત્સવ પર્વ ઉજવવા તૈયારીઓનો ધમધમાટ

237 હેકટર જમીન મેળવી  ભાવનગર એરપોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન, કનેક્ટીવીટી વધારવા પણ સાંસદના પ્રયાસો

237 હેકટર જમીન મેળવી ભાવનગર એરપોર્ટના વિકાસનો માસ્ટર પ્લાન, કનેક્ટીવીટી વધારવા પણ સાંસદના પ્રયાસો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.