Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરમાં ૨૪૮ દિવસ બાદ મહતમ તાપમાન 37 ડિગ્રીએ

લઘુતમ તાપમાનમાં ઉલ્ટી ચાલ, બે ડિગ્રીના ઘટાડા સાથે પારો 18.6 ડિગ્રીએ

aaspassdaily by aaspassdaily
2023-03-04 13:34:40
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૪
ભાવનગર શહેર અને જિલ્લામાં આ વખતે ઉનાળાની સિઝન વહેલા શરૂ થઈ ગઈ હોય તેમ ફેબ્રુઆરી માસના અંતમાં જ ગરમીનું પ્રમાણ વધવા પામ્યું હતું અને તાપમાનનો પારો 35 ડિગ્રીથી ઉપર પહોંચી જવા પામ્યો છે. ભાવનગર શહેરમાં એક જ દિવસમાં બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીએ પહોંચી જવા પામ્યો હતો. જેના કારણે આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. ભાવનગરમાં આઠ મહિના પછી એટલે કે 248 દિવસ પછી ફરીથી તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચી જવા પામ્યો છે. જોકે હવામાન વિભાગે કરેલી માવઠાની આગાહીના પગલે બપોર બાદ વાતાવરણમાં આંશિક રાહત થવા પામી હતી અને રાત્રિના તાપમાનમાં ઉલટી ચાલ હોય તેમ બે ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો હતો ગતરાત્રિના ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 18.6 ડીગ્રી નોંધાયું હતું.


સમગ્ર સૌરાષ્ટ્રની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં શિયાળામાં કાતિલ ઠંડી પડી હતી અને અનેક વર્ષોનો રેકોર્ડ થવા પામ્યા હતા. તેવી જ રીતે હવે ઉનાળાનો પ્રારંભ પણ જોરદાર ગરમી સાથે થઈ રહ્યો છે આ વખતે ઉનાળાનો પ્રારંભ હોળી પૂર્વેજ થઈ ગયો હોય તેમ તાપમાન ઊંચકાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રના ભાવનગર સહિત મોટાભાગના શહેરોનું તાપમાન 37 થી 39 ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યુ છે. જેના કારણે આંકરો તાપ પડવા લાગ્યો છે. ભાવનગર શહેરની વાત કરીએ તો હોળી પૂર્વે એટલે કે માર્ચ માસના આરંભ સાથે જ તાપમાનનો પારો ૩૭ ડિગ્રીએ પહોંચી જવા પામેલ છે છેલ્લે 29 જૂન 2022ના રોજ મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયુ હતુ ત્યારબાદ આજે 248 દિવસ પછી મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ છે. ત્યારે હજુ ઉનાળો શરૂ થયો છે ત્યાં તાપમાન 37 ડિગ્રી થઈ ગયું તો આગામી દિવસોમાં ક્યાં પહોંચશે તેની કલ્પના કરવી રહી.
દરમિયાન હવામાન વિભાગ દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે તેના પગલે રાજકોટ સહિત અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ભાવનગરમાં પણ ગઈકાલે મોડી સાંજથી વાતાવરણમાં આંશિક ફેરફારો થયા હતા જેના કારણે રાત્રિના સમયે તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થવા પામ્યો હતો ભાવનગરમાં ભેજનું પ્રમાણ 47% રહેવા સાથે સરેરાશ 6 km ઝડપે પવન ફૂંકાયો હતો.

Previous Post

ધો.૧૦-૧૨ની બોર્ડની પરીક્ષામાં ૧૦ સેન્ટર સંવેદનશીલ જાહેર

Next Post

હેલ્થ કોન્સિયસ – હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
હેલ્થ કોન્સિયસ – હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

હેલ્થ કોન્સિયસ - હેલ્ધી કેળાનો હલવો પણ ઘરે આ રીતે બનાવી શકો છો, જાણો રેસીપી

વિશ્વ: ફરી વિવાદમાં ફસાયા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન! એક ઓડિયો ક્લિપે વધારી મુશ્કેલી

વિશ્વ: ફરી વિવાદમાં ફસાયા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન! એક ઓડિયો ક્લિપે વધારી મુશ્કેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.