મહુવા તાલુકાના વાંગર ગામ નજીક આવેલા વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટાટા મેજીક વેનને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ મેજિક ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે વાંગર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાંથી ટાટા મેજિક વાન જી.જે. ૧૭ ટી.ટી. ૪૪૭૨ મળી આવતા વાનની અંદર તલાસી લેતા ઇગ્લીશ દારૂ ૧૧૨ બોટલ કિ.રૂ.૪૪,૮૦૦ મળી આવતા એલ.સી.બી.એ વિદેશી દારૂ અને મેજીક મળી કુલ રૂ.૨,૪૪,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.