ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સવારે એસબીઆઇ બેન્ક, નિલમબાગ સામે ધરણાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં આગેવાનો, કોર્પોરેટરો, હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહેલ. કોંગ્રેસ પાર્ટી કોઈ ખાસ ભારતીય કોર્પોરેટ હાઉસની વિરુદ્ધ રહી નથી પરંતુ ભાજપ દ્વારા પસંદ કરેલા અબજાેપતિઓને લાભ આપવા માટેની નીતિ જે છે તેની વિરુદ્ધમાં છે.
કોંગ્રેસ પક્ષ હંમેશા ગરીબ અને સામાન્ય માણસની પડખે ઉભો છે અને ઉભો રહેશે તેમ જણાવી શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ઉમેર્યું હતું કે કરોડો ભારતીયોની મહેનતની કમાણી કરેલી બચતને જાેખમમાં મૂકીને બજાર મૂલ્ય ગમતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં કોંગ્રેસ પક્ષ લડી રહ્યો છે.